સુરહ અન્-નિસા 92

PART:-294
         
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-92
                     
☘☘☘☘☘☘☘☘☘☘☘                         
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~
  
   વગર કારણે કોઈ મુસલમાનનુ કતલ કરવું જાઈઝ નથી
    
 ☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘ 

وَمَا كَانَ لِمُؤۡمِنٍ اَنۡ يَّقۡتُلَ مُؤۡمِنًا اِلَّا خَطَــئًا‌ ۚ وَمَنۡ قَتَلَ مُؤۡمِنًا خَطَــئًا فَتَحۡرِيۡرُ رَقَبَةٍ مُّؤۡمِنَةٍ وَّدِيَةٌ مُّسَلَّمَةٌ اِلٰٓى اَهۡلِهٖۤ اِلَّاۤ اَنۡ يَّصَّدَّقُوۡا‌ ؕ فَاِنۡ كَانَ مِنۡ قَوۡمٍ عَدُوٍّ لَّـكُمۡ وَهُوَ مُؤۡمِنٌ فَتَحۡرِيۡرُ رَقَبَةٍ مُّؤۡمِنَةٍ‌ ؕ وَاِنۡ كَانَ مِنۡ قَوۡمٍۢ بَيۡنَكُمۡ وَبَيۡنَهُمۡ مِّيۡثَاقٌ فَدِيَةٌ مُّسَلَّمَةٌ اِلٰٓى اَهۡلِهٖ وَ تَحۡرِيۡرُ رَقَبَةٍ مُّؤۡمِنَةٍ‌ ۚ فَمَنۡ لَّمۡ يَجِدۡ فَصِيَامُ شَهۡرَيۡنِ مُتَتَابِعَيۡنِ تَوۡبَةً مِّنَ اللّٰهِ‌ ؕ وَكَانَ اللّٰهُ عَلِيۡمًا حَكِيۡمًا(92)

92).કોઈ મુસલમાન માટે જાઈઝ નથી કે કોઈ મુસલમાનને 
કતલ કરી દે, પરંતુ ભૂલથી થઈ જાય (તો અલગ વાત છે)
અને જે વ્યક્તિ કોઈ મુસલમાનનું કતલ ભૂલથી કરી દે, તો
તેની પર એક મુસલમાન દાસ (અથવા દાસી) આઝાદ કરવા
અને કતલ થયેલાના રિશ્તેદારને ખૂનની કિંમત આપવાની છે.'
પરંતુ એ વાત અલગ છે કે તેઓ માફ કરી દે, અને જો તે કતલ 
થયેલ (મકતૂલ) તમારા દુશ્મન કોમમાંથી હોય અને મુસલમાન
હોય તો એક મુસલમાન ગુલામ આઝાદ કરવો જરૂરી છે અને
જો કતલ થયેલ તે કોમમાંથી છે જેના અને તમારા(મુસલમાનોના) વચ્ચે સુલેહ છે તો ખૂનની કિંમત તેના રિશ્તેદારોને આપવાની છે અને એક મુસલમાન ગુલામ આઝાદ પણ કરવાનો છે, અને જો તેની તાકાત ન હોય તેને બે મહિના સળંગ રોઝા રાખવાના છે,' અલ્લાહથી માફ કરાવવા માટે, અને અલ્લાહ જાણવાવાળો અને હિકમતવાળો છે.

તફસીર (સમજુતી):-

ભૂલનું કારણ અથવા હાલત ઘણી હોઈ શકે, મકસદ છે કે વિચાર અથવા ઈરાદો કતલ કરવાનો ન હોય, પરંતુ કોઈ કારણથી કતલ થઈ જાય.

આ ભૂલથી કતલના ગુનાહની સજાનું વર્ણન થઈ રહ્યું છે જે બે સ્વરૂપમાં છે. એક કફફારો (પ્રાયશ્ચિત) અને તૌબાના રૂપે છે, અથવા એક મુસલમાન ગુલામને આઝાદ કરવો, બીજુ માણસના અધિકારના રૂપે છે અને એ કે
દિયત (ખૂનની કિંમત) મરનારના ખૂનના બદલે મરનારના વારસદારોને જે કંઈ આપવામાં આવે તે દિયત છે.
અને દિયતનું પ્રમાણ હદીસોની બુનિયાદ પર સો (100) ઊંટ અથવા તેની બરાબર રોકડ સોના, ચાંદી અથવા રૂપિયાના રૂપમાં હશે.

નોંટ : ધ્યાન રહે કે જાણીબૂઝીને કતલ કરવામાં ખૂનનો બદલો ખૂન છે. (જેને કિસાસ કહે છે.) અથવા સજાના તૌર પર દિયત છે. અને દિયતની સીમા (હદ) સો ઊંટ છે જે આયુષ્ય અને તંદુરસ્તીના હિસાબથી ત્રણ પ્રકારનું હોવું જોઈએ, જયારે કે ભૂલચૂકથી કતલ થવામાં ફક્ત દિયત છે કિસાસ નથી.

એટલે કે જો ગુલામ આઝાદ કરાવવાની તાકાત ન હોય તો પ્રથમ સ્થિતિ અને આ અંતિમ સ્થિતિમાં દિયતની સાથે લગાતાર બે માસના રોઝા (ઉપવાસ) છે, જો વચ્ચે છૂટી જાય તો ફરીથી નવેસરથી રોઝા રાખવા જરૂરી થશે. પરંતુ ધાર્મિક કારણે છૂટી જવા પર નવેસરથી રોઝા રાખવા જરૂરી નથી. જેમકે માસિક સ્ત્રાવ, પ્રસવ, રક્ત અથવા ગંભીર રોગના કારણે રોઝ રાખવામાં અવરોધ હોય, મુસાફરીને ધાર્મિક કારણ માનવામાં મતભેદ છે. (ઈબ્ને કસીર)

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92