સુરહ અન્-નિસા 84,85


PART:-290
        
      પારા નંબર:- 05
      (4) સુરહ અન્-નિસા
         આયત નં.:-84,85
                    
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~
     જિહાદ નો હુકમ અને તેની તરફ ધ્યાન દોરવામાં આવે છે
    
        
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

فَقَاتِلۡ فِىۡ سَبِيۡلِ اللّٰهِ‌ ۚ لَا تُكَلَّفُ اِلَّا نَـفۡسَكَ‌ وَحَرِّضِ الۡمُؤۡمِنِيۡنَ‌ ۚ عَسَے اللّٰهُ اَنۡ يَّكُفَّ بَاۡسَ الَّذِيۡنَ كَفَرُوۡا‌ ؕ وَاللّٰهُ اَشَدُّ بَاۡسًا وَّاَشَدُّ تَـنۡكِيۡلًا‏(84)

84).તો તમે અલ્લાહ (તઆલા)ના માર્ગમાં જિહાદ કરતા રહો, તમને ફક્ત તમારા માટે જ હુકમ આપવામાં આવે છે. હા ઈમાનવાળાઓને આકર્ષિત કરતા રહો, શક્ય છે કે અલ્લાહ (તઆલા) કાફિરોના હુમલાઓને
રોકી દે, અને અલ્લાહ (તઆલા) ઘણો તાકાતવાળો અને સજા આપવામાં પણ ઘણો સખત છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

مَنۡ يَّشۡفَعۡ شَفَاعَةً حَسَنَةً يَّكُنۡ لَّهٗ نَصِيۡبٌ مِّنۡهَا‌ ۚ وَمَنۡ يَّشۡفَعۡ شَفَاعَةً سَيِّئَةً يَّكُنۡ لَّهٗ كِفۡلٌ مِّنۡهَا‌ ؕ وَكَانَ اللّٰهُ عَلٰى كُلِّ شَىۡءٍ مُّقِيۡتًا(85)

85).જે વ્યક્તિ કોઈ ભલાઈ અને નેક કામ કરવાની ભલામણ કરે, તેને પણ તેનો કેટલોક હિસ્સો મળશે અને જે બૂરાઈ અને બૂરા કામ કરવાની ભલામણ કરશે, તેના
માટે પણ તેનામાંથી એક હિસ્સો છે અને અલ્લાહ(તઆલા) દરેક વસ્તુ પર કુદરત રાખવાવાળો છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92