સુરહ અન્-નિસા 78,79


PART:-287
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-78,79
                    
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~
     મૌતથી બચવા માટે કોઈ જગ્યા જ નથી
        
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘ 

اَيۡنَ مَا تَكُوۡنُوۡا يُدۡرِكْكُّمُ الۡمَوۡتُ وَلَوۡ كُنۡتُمۡ فِىۡ بُرُوۡجٍ مُّشَيَّدَةٍ‌ ؕ وَاِنۡ تُصِبۡهُمۡ حَسَنَةٌ يَّقُوۡلُوۡا هٰذِهٖ مِنۡ عِنۡدِ اللّٰهِ‌ ۚ وَاِنۡ تُصِبۡهُمۡ سَيِّئَةٌ يَّقُوۡلُوۡا هٰذِهٖ مِنۡ عِنۡدِكَ‌ ؕ قُلۡ كُلٌّ مِّنۡ عِنۡدِ اللّٰهِ‌ ؕ فَمَالِ ھٰٓؤُلَۤاءِ الۡقَوۡمِ لَا يَكَادُوۡنَ يَفۡقَهُوۡنَ حَدِيۡثًا(78)

78).તમે જયાં પણ હશો મૃત્યુ તમને પકડી લેશે ભલેને તમે મજબૂત કિલ્લામાં હોવ, અને જો તેમને કોઈ ભલાઈ મળે છે તો કહે છે કે આ અલ્લાહ (તઆલા) તરફથી છે, અને જો કોઈ બૂરાઈ પહોંચે છે તો કહી ઉઠે છે કે આ
તમારા તરફથી છે. તેમને કહી દો, આ બધું અલ્લાહ(તઆલા) તરફથી છે, તેમને શું થઈ ગયું છે કે કોઈ વાત સમજવાના નજીક પણ નથી ?

તફસીર (સમજુતી):-

"જ્યાં પણ હશો મુત્યુ તમને પકડી લેશે" આ વાત કમજોર મુસલમાનોને સમજાવાય છે જેઓના દિલમાં આ ફાની દુનિયાની મુહબ્બત વસી ગઈ છે
અને બીજી લાઈન માં "ભલાઈ મળે તો અલ્લાહ તરફથી અને બુરાઈ મળે તો તમારા તરફથી" આવુ કહેવાવાળા મુનાફિકો છે જેઓને ભલાઈ પહુંચે તો અલ્લાહ નુ કામ છે અને બુરાઈ પહુંચે તો નબી( ﷺ) તરફ કહે એટલે કે તમારો દીન અપનાવ્યો એટલે આવી તકલીફ પડી.
☘☘☘☘☘☘☘☘☘☘☘

مَاۤ اَصَابَكَ مِنۡ حَسَنَةٍ فَمِنَ اللّٰهِ‌ وَمَاۤ اَصَابَكَ مِنۡ سَيِّئَةٍ فَمِنۡ نَّـفۡسِكَ‌ ؕ وَاَرۡسَلۡنٰكَ لِلنَّاسِ رَسُوۡلًا‌ ؕ وَكَفٰى بِاللّٰهِ شَهِيۡدًا(79)

79).(સાંભળ!) તને જે ભલાઈ મળે છે તે અલ્લાહ(તઆલા) તરફથી છે અને જે બૂરાઈ પહોંચે છે તે તારા પોતાના તરફથી છે. (અય નબી!) અમે તમને માનવ
જાતિના માટે રસૂલ બનાવીને મોકલ્યા છે અને અલ્લાહ
(તઆલા)ની ગવાહી પૂરતી છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92