સુરહ અન્-નિસા. 71,72,73,74


PART:-284
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-71,72,73,74
                    
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~
         પોતાના બચાવ માટે તદબીર અને ઈન્તિજામ જરૂરી છે
     
       મુનાફિકો નો કિરદાર
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘ 

يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا خُذُوۡا حِذۡرَكُمۡ فَانْفِرُوۡا ثُبَاتٍ اَوِ انْفِرُوۡا جَمِيۡعًا‏(71)

71).હે મુસલમાનો! પોતાના બચાવનો સામાન લઈ લો,' પછી જુદી જુદી ટુકડીઓ બનીને નીકળો અથવા બધાજ એકસાથે નીકળો.

તફસીર (સમજુતી):-

પોતાનો બચાવ કરો, હથિયાર અને યુધ્ધનો સામાન અને બીજા સાધનોથી.
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاِنَّ مِنۡكُمۡ لَمَنۡ لَّيُبَطِّئَنَّ‌ۚ فَاِنۡ اَصَابَتۡكُمۡ مُّصِيۡبَةٌ قَالَ قَدۡ اَنۡعَمَ اللّٰهُ عَلَىَّ اِذۡ لَمۡ اَكُنۡ مَّعَهُمۡ شَهِيۡدًا(72)

72).અને બેશક તમારામાં કેટલાક એવા પણ છે જે સંકોચ કરે છે, પછી જો તમને કોઈ નુકસાન થાય છે તો કહે છે કે અલ્લાહ(તઆલા) એ મારા પર મોટી કૃપા કરી કે હું તેમના સાથે હાજર ન હતો.

તફસીર (સમજુતી):-

આ મુનાફિકોનું વર્ણન છે. સંકોચનો મતલબ જિહાદમાં જવાથી કતરાય છે અને પાછળ રહી જાય છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلَئِنۡ اَصَابَكُمۡ فَضۡلٌ مِّنَ اللّٰهِ لَيَـقُوۡلَنَّ كَاَنۡ لَّمۡ تَكُنۡۢ بَيۡنَكُمۡ وَبَيۡنَهٗ مَوَدَّةٌ يّٰلَيۡتَنِىۡ كُنۡتُ مَعَهُمۡ فَاَ فُوۡزَ فَوۡزًا عَظِيۡمًا‏(73)

73).અને જો તમને અલ્લાહ (તઆલા)નો કોઈ ફઝલ
પ્રાપ્ત થઈ જાય તો જેવા કે તમારામાં અને તેમનામાં કોઈ
સંબંધ હતો જ નહિં, કહે છે કે કાશ! હું પણ તેમની સાથે
હોત તો મોટી સફળતાને પહોંચી જતો.
☘☘☘☘☘☘☘☘☘☘☘

فَلۡيُقَاتِلۡ فِىۡ سَبِيۡلِ اللّٰهِ الَّذِيۡنَ يَشۡرُوۡنَ الۡحَيٰوةَ الدُّنۡيَا بِالۡاٰخِرَةِ‌ ؕ وَمَنۡ يُّقَاتِلۡ فِىۡ سَبِيۡلِ اللّٰهِ فَيُقۡتَلۡ اَوۡ يَغۡلِبۡ فَسَوۡفَ نُـؤۡتِيۡهِ اَجۡرًا عَظِيۡمًا(74)

74).પરંતુ જે લોકો દુનિયાની જિંદગી આખિરતના બદલામાં વેચી ચૂક્યા છે, તેમને અલ્લાહ (તઆલા)ના માર્ગમાં જિહાદ કરવો જોઈએ અને જે અલ્લાહ (તઆલા) ના માર્ગમાં જિહાદ કરતા શહીદ થઈ જાય
અથવા વિજયી થઈ જાય તો બેશક અમે તેને ઘણો સારો
બદલો આપીશું.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92