સુરહ અન્-નિસા 66,67,68,69,70


PART:-283
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-66,67
                     68,69,70
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~
         અહકામ પર અમલ કરવાથી મોઢું ફેરવી દેવુ
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘ 

وَلَوۡ اَنَّا كَتَبۡنَا عَلَيۡهِمۡ اَنِ اقۡتُلُوۡۤا اَنۡفُسَكُمۡ اَوِ اخۡرُجُوۡا مِنۡ دِيَارِكُمۡ مَّا فَعَلُوۡهُ اِلَّا قَلِيۡلٌ مِّنۡهُمۡ‌ ؕ وَلَوۡ اَنَّهُمۡ فَعَلُوۡا مَا يُوۡعَظُوۡنَ بِهٖ لَـكَانَ خَيۡرًا لَّهُمۡ وَاَشَدَّ تَثۡبِيۡتًا(66)

66).અને જો અમે તેમના પર અનિવાર્ય કરી દેતા કે પોતે
પોતાને કતલ કરી દો અથવા પોતાના ઘરોમાંથી નીકળી જાઓ, તો તેનું પાલન તેમનામાંથી ઘણા ઓછા લોકો કરતા, અને જો તેઓ એ જ કરતાં જેની તેઓને તાલીમ
આપવામાં આવે છે, તો જરૂર તેમના માટે ઘણું સારૂ હોત, અને ઘણું વધારે મજબૂત હોત.
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَّاِذًا لَّاٰتَيۡنٰهُمۡ مِّنۡ لَّدُنَّاۤ اَجۡرًا عَظِيۡمًا(67)

67).અને ત્યારે તો અમે તેમને પોતાના પાસેથી ઘણો મોટો બદલો આપતા.
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَّلَهَدَيۡنٰهُمۡ صِرَاطًا مُّسۡتَقِيۡمًا(68)

68).અને બેશક તેમને સાચો સીધો રસ્તો દેખાડી દેતા.
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَمَنۡ يُّطِعِ اللّٰهَ وَالرَّسُوۡلَ فَاُولٰٓئِكَ مَعَ الَّذِيۡنَ اَنۡعَمَ اللّٰهُ عَلَيۡهِمۡ مِّنَ النَّبِيّٖنَ وَالصِّدِّيۡقِيۡنَ وَالشُّهَدَآءِ وَالصّٰلِحِيۡنَ‌ ۚ وَحَسُنَ اُولٰٓئِكَ رَفِيۡقًا(69)

69).અને જેઓ પણ અલ્લાહ (તઆલા) અને રસૂલ(ﷺ)ના હુકમનું અનુસરણ કરે, તેઓ તે લોકોની સાથે હશે, જેમના પર અલ્લાહ (તઆલા) એ પોતાની કૃપા કરી છે, જેવા કે નબીઓ, સિદ્દીકો, શહીદો અને નેક લોકોની (સાથે), આ ઉત્તમ સાથીઓ છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

ذٰ لِكَ الۡـفَضۡلُ مِنَ اللّٰهِ‌ ؕ وَكَفٰى بِاللّٰهِ عَلِيۡمًا(70)

70).આ અલ્લાહ તરફથી મહેરબાની છે અને અલ્લાહ
(તઆલા) જ પૂરતો જાણકાર છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92