સુરહ અન્-નિસા 25

PART:-264
         (Quran-Section)

     (4)સુરહ અન્-નિસા
          આયત નં.:-25

☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَمَنۡ لَّمۡ يَسۡتَطِعۡ مِنۡكُمۡ طَوۡلًا اَنۡ يَّنۡكِحَ الۡمُحۡصَنٰتِ الۡمُؤۡمِنٰتِ فَمِنۡ مَّا مَلَـكَتۡ اَيۡمَانُكُمۡ مِّنۡ فَتَيٰـتِكُمُ الۡمُؤۡمِنٰتِ‌ ؕ وَاللّٰهُ اَعۡلَمُ بِاِيۡمَانِكُمۡ‌ ؕ بَعۡضُكُمۡ مِّنۡۢ بَعۡضٍ‌ ۚ فَانْكِحُوۡهُنَّ بِاِذۡنِ اَهۡلِهِنَّ وَاٰ تُوۡهُنَّ اُجُوۡرَهُنَّ بِالۡمَعۡرُوۡفِ مُحۡصَنٰتٍ غَيۡرَ مُسٰفِحٰتٍ وَّلَا مُتَّخِذٰتِ اَخۡدَانٍ‌ ؕ فَاِذَاۤ اُحۡصِنَّ فَاِنۡ اَ تَيۡنَ بِفَاحِشَةٍ فَعَلَيۡهِنَّ نِصۡفُ مَا عَلَى الۡمُحۡصَنٰتِ مِنَ الۡعَذَابِ‌ ؕ ذٰ لِكَ لِمَنۡ خَشِىَ الۡعَنَتَ مِنۡكُمۡ‌ ؕ وَاَنۡ تَصۡبِرُوۡا خَيۡرٌ لَّكُمۡ‌ ؕ وَاللّٰهُ غَفُوۡرٌ رَّحِيۡمٌ(25)


25).અને તમારામાંથી જે આઝાદ મુસલમાન સ્ત્રી સાથે નિકાહ કરવાની તાકાત રાખતો ન હોય તો તે મુસલમાન દાસીથી (નિકાહ કરે) જે તમારા કબ્જામાં હોય. અલ્લાહ તમારા કાર્યોથી પૂરી રીતે બાખબર છે,તમે પરસ્પર એક જ છો,એટલા માટે તમે તેમના ઘરવાળાઓની પરવાનગીથી તેમનાથી નિકાહ કરો,
અને નિયમ મુજબ તેમની મહેર આપી દો, તે પવિત્ર હોય બદકાર ન હોય, ન છૂપા પ્રેમી રાખવાવાળીઓ, તો જ્યારે તે વિવાહિત થઈ જાય પછી બદકારી કરે તો તેની પર આઝાદ સ્ત્રીઓ કરતા અડધી સજા છે. “ આ
નિકાહનો હુકમ તેના માટે છે જેને બદકારીનો ડર હોય અને સહન કરવું તમારા માટે સારૂ છે અને અલ્લાહ માફ કરવાવાળો મહેરબાન છે.

તફસીર(સમજુતી):-

આનાથી જાણવા મળ્યું કે બાંદી (દાસી)નો માલિક જ બાંદીનો વલી છે. બાંદીના નિકાહ કોઈની સાથે તેની મરજી વગર નથી કરી શકતા, તેજ રીતે ગુલામ (દાસ) પણ માલિકના હુકમ વગર કોઈનાથી નિકાહ કરી શકતો નથી.

એટલે કે બાંદીઓને સો (100) ના બદલે અડધા (50) કોરડાની સજા આપવામાં આવશે, એટલે કે તેમના માટે પથ્થર મારીને મારી નાખવાની સજા (રજમ) નથી હોઈ શકતી કેમકે તે અડધી થઈ શકતી નથી. અને કુંવારી બાંદીને નિન્દનીય દંડ થશે (વિસ્તૃત જાણકારી માટે તફસીર ઈબ્ન કસીર જુઓ).

 એટલે કે બાંદી સાથે નિકાહ તે લોકો કરી શકે છે જે પોતાની જવાનીની ઈચ્છાઓ પર કાબૂ રાખવાની શક્તિ ધરાવતા ન હોય, અને બૂરાઈમાં પડવાનો ડર હોય, જો આવો ડર ન હોય તો તે સમય સુધી ધીરજ રાખવી સારી છે. જ્યાં સુધી આઝાદ ખાનદાની સ્ત્રી સાથે નિકાહ કરવાને લાયક ન થાય.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92