સુરહ અન્-નિસા 11

PART:-255
         (Quran-Section)

     (4)સુરહ અન્-નિસા
          *આયત નં.:-11

☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

يُوۡصِيۡكُمُ اللّٰهُ فِىۡۤ اَوۡلَادِكُمۡ‌ ۖ لِلذَّكَرِ مِثۡلُ حَظِّ الۡاُنۡثَيَيۡنِ‌ ۚ فَاِنۡ كُنَّ نِسَآءً فَوۡقَ اثۡنَتَيۡنِ فَلَهُنَّ ثُلُثَا مَا تَرَكَ‌ ۚ وَاِنۡ كَانَتۡ وَاحِدَةً فَلَهَا النِّصۡفُ‌ ؕ وَلِاَ بَوَيۡهِ لِكُلِّ وَاحِدٍ مِّنۡهُمَا السُّدُسُ مِمَّا تَرَكَ اِنۡ كَانَ لَهٗ وَلَدٌ ۚ فَاِنۡ لَّمۡ يَكُنۡ لَّهٗ وَلَدٌ وَّوَرِثَهٗۤ اَبَوٰهُ فَلِاُمِّهِ الثُّلُثُ‌ ؕ فَاِنۡ كَانَ لَهٗۤ اِخۡوَةٌ فَلِاُمِّهِ السُّدُسُ مِنۡۢ بَعۡدِ وَصِيَّةٍ يُّوۡصِىۡ بِهَاۤ اَوۡ دَيۡنٍ‌ ؕ اٰبَآؤُكُمۡ وَاَبۡنَآؤُكُمۡ ۚ لَا تَدۡرُوۡنَ اَيُّهُمۡ اَقۡرَبُ لَـكُمۡ نَفۡعًا‌ ؕ فَرِيۡضَةً مِّنَ اللّٰهِ ‌ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلِيۡمًا حَكِيۡمًا(11)

11).અલ્લાહ તઆલા તમને તમારી સંતાન વિષે હુકમ
આપે છે કે એક છોકરાનો હિસ્સો બે છોકરીઓની બરાબર છે, ' જો ફક્ત છોકરીઓ હોય અને બે થી વધારે હોય, તો તેમને વારસાના માલમાંથી બે તૃતિયાંશ મળશે, અને જો એક જ છોકરી હોય તો તેના માટે અડધો છે અને મરનારના માતા-પિતામાંથી દરેકના માટે
તેને છોડેલા માલનો છઠ્ઠો હિસ્સો છે જો તેની(મરનારની) સંતાન હોય, જો સંતાન ન હોય અને
માતા-પિતા વારસદાર હોય તો પછી તેની માતા માટે ત્રીજો હિસ્સો છે, હા, જો મરનારના ઘણા ભાઈ હોય તો પછી તેની માતાનો છઠ્ઠો હિસ્સો છે, આ હિસ્સો તે વસિયત (ને પૂરી કર્યા) પછી છે જે મરનાર કરી ગયો હોય અથવા દેવું ચૂકવ્યા પછી, તમે નથી જાણતા કે તમારા પિતા હોય અથવા તમારી સંતાનમાથી કોણ તમને ફાયદો પહોચાડવામાં વધારે નજીક છે, આ હિસ્સો અલ્લાહ(તઆલા) તરફથી નક્કી કરેલા છે, બેશક અલ્લાહ (તઆલા) જાણવાવાળો હિકમતવાળો છે.

તફસીર(સમજુતી):-

 તેની હિકમત અને ન્યાયવાળા હોવાનું વર્ણન અમે પહેલા પણ કરેલ છે, વારસદાર છોકરા અને છોકરી બંને હોય તો પછી આ કાયદા મુજબ વહેંચણી થશે, છોકરા અને છોકરી નાના હોય કે મોટા બધા વારસદાર હશે, ત્યાં સુધી કે પેટમાંનુ બાળક પણ વારસદાર હશે, હા કાફિર સંતાન વારસદાર નહિ બને.

એટલે કે છોકરો ન હોય તો માલનો બે તૃતિયાંશ બે થી વધારે છોકરીઓને આપવામાં આવશે અને જો બે જ છોકરીઓ હોય તો પણ તેમને બે તૃતિયાંશ હિસ્સો આપવામાં આવશે, જેવું કે હદીસમાં આવે છે કે સાદ બિન
રબીઅ “ઓહદ’માં શહીદ થઈ ગયા, તેમની બે છોકરીઓ હતી, પરંતુ સાદના બધા માલ પર તેમના એક ભાઈએ કબજો કરી લીધો, તો નબી (ﷺ) એ તેમના કાકા પાસેથી બે તૃતિયાંશ માલ તેમને અપાવ્યો (તિર્મિજી,અબૂ દાઉદ, ઈબ્ને માજા, કિતાબુલ ફરાઈઝ). આના સિવાય સૂર: નિસા ના અંતમાં બતાવાવમાં આવ્યું છે કે
વારસદાર બે બહેનો હોય તો બે તૃતિયાંશ માલની વારસદાર થશે તો પછી બે છોકરીઓ બે તૃતિયાંશ માલની વધારે વારસદાર થશે, જેવી રીતે બે થી વધારે હોવાની સ્થિતિમાં બે થી વધારે છોકરીઓના કાનૂન મુજબ આપવામાં આવેલ છે. (ફતહુલ કદીર) સારાંશ એ છે કે બે અથવા બે થી વધારે છોકરીઓ હોય તો છોડેલા માલમાંથી બે તૃતિયાંશ છોકરીઓને હિસ્સો હશે, બાકીનો માલ અસબા (તે વારસદાર જેનો હિસ્સો નક્કી
નથી)માં વહેંચવામાં આવશે.

માતા-પિતાના હિસ્સાની ત્રણ સ્થિતિ વર્ણવેલ છે. પ્રથમ એ કે મરનારની સંતાન હોય તો માતા-પિતા દરેકને ફક્ત છઠ્ઠો હિસ્સો મળશે, બાકી બે તૃતિયાંશ માલ સંતાનમાં વહેંચવામાં આવશે, હા, જો મરનારની સંતાનમાં એક છોકરી હોય તો તેનામાંથી અડધો માલ (એટલે કે છ હિસ્સામાંથી ત્રણ હિસ્સા) છોકરીના હશે, છઠ્ઠો હિસ્સો માતા અથવા છઠ્ઠો હિસ્સો પિતાને આપ્યા બાદ છઠ્ઠો હિસ્સો બાકી રહેશે અને આ બાકી છઠ્ઠો હિસ્સો અસબા તરીકે પિતાના હિસ્સામાં આવશે એટલે કે તેને બે છઠ્ઠા હિસ્સા મળશે, એક પિતા તરીકે અને બીજો અસબા તરીકે.

બીજી સ્થિતિ એ છે કે મરનારની સંતાન ન હોય (યાદ રહે કે પૌત્ર અને પૌત્રી સંતાનમાં સર્વસંમતિથી સામેલ છે) આ સ્થિતિમાં માતા
માટે ત્રીજો હિરસો (1/3) અને બાકીના બે હિસ્સા (2/3) પિતાને અસબા તરીકે મળશે અને જો માતા પિતાની સાથે મરનારની પત્ની
કે અથવા મરનાર સ્ત્રીનો પતિ પણ જીવિત હોય તો બહેતર છે કે પતિ અથવા પત્નીનો હિરસો (જેનું વિસ્તૃત વર્ણન આગળ આવે છે)
કાઢી બાકી માલમાં માતા માટે ત્રીજો. (1/3) અને બાકી (2/3) પિતાનો હશે.

ત્રીજી સ્થિતિ એ છે મરનારના ભાઈ-બહેન જીવિત હોય તો તે ભાઈ-બહેન સગા (એની) એટલે કે એક જ માતા-પિતાની સંતાન
હોય અથવા પિતા એક અને માતા બીજી હોય (અલ્લાતી) અથવા માતા એક અને પિતા બીજા હોય (અખ્યાફી) ભાઈ-બહેન હોય,
ભલેને ભાઈ-બહેન મરનારના પિતાના રહેતા. વારસાઈના હકદાર ન હશે, પરંતુ માતા માટે “હજબ'' હિસ્સો ઓછો કરવાનું કારણ
બની જશે, એટલે કે એક થી વધારે હશે તો માતાના (1/3) હિસ્સાને (1/6) હિસ્સામાં બદલી દેશે બાકીનો બધો માલ (5/6) પિતાના
હિસ્સામાં જતો રહેશે, પરંતુ કોઈ બીજો વારસદાર ન હોય ત્યારે, હાફિઝ ઈબ્ને કસીર લખે છે કે લોકોની નજીક બે ભાઈનો તે કાનૂન
છે જે બે થી વધારેના માટે વર્ણન થયો છે તેનો અર્થ એ થયો કે જો એક ભાઈ-બહેન હોય તો માતાનો (1/3) હિસ્સો રહી જશે તે (1/6)
માં બદલાશે નહીં. (તફસીર ઈબ્ને કસીર)

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92