સુરહ આલે ઈમરાન 92,93

PART:-196
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-92,93
                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

لَنۡ تَنَالُوا الۡبِرَّ حَتّٰى تُنۡفِقُوۡا مِمَّا تُحِبُّوۡنَ ؕ وَمَا تُنۡفِقُوۡا مِنۡ شَىۡءٍ فَاِنَّ اللّٰهَ بِهٖ عَلِيۡمٌ(92)

92).જયાં સુધી તમે પોતાના
 પસંદગીના માલમાંથી અલ્લાહ
(તઆલા)ના માર્ગમાં ખર્ચ નહિ કરો, કદી પણ તમે ભલાઈને પહોંચી શકતા નથી અને જે કંઈ તમે ખર્ચ કરો છો તેને અલ્લાહ (તઆલા) સારી રીતે જાણે છે.

 ☘☘☘☘☘☘☘☘☘☘☘

كُلُّ الطَّعَامِ كَانَ حِلًّا لِّبَنِىۡۤ اِسۡرَآءِيۡلَ اِلَّا مَا حَرَّمَ اِسۡرَآءِيۡلُ عَلٰى نَفۡسِهٖ مِنۡ قَبۡلِ اَنۡ تُنَزَّلَ التَّوۡرٰٮةُ ‌ؕ قُلۡ فَاۡتُوۡا بِالتَّوۡرٰٮةِ فَاتۡلُوۡهَاۤ اِنۡ كُنۡتُمۡ صٰدِقِيۡنَ(93)

93).તૌરાત ઉતરવાના પહેલાથી (હજરત) યાકૂબ  (علیہ السلام)
એ જે વસ્તુઓને પોતાના ઉપ૨ હરામ કરી લીધી હતી તે સિવાયની બધી ખાદ્ય વસ્તુઓ ઈસરાઈલની
સંતાન માટે હલાલ હતી. તમે કહી દો કે જો તમે સાચા હોવ તો તૌરાત લઈ આવો અને વાંચી સંભળાવો.

તફસીર(સમજુતી):-

આ આયત યહુદીઓના એતરાજ પર નાઝિલ થઈ તેઓ કહેતા કે ઈબ્રાહીમ ના દિનમા ઉટ નુ ગોષ અને દુધ હરામ હતું.

પરંતુ હકીકત એ હતી કે યાકુબ અલયહ સલામે પોતાની બિમારીને લીધે ફક્ત પોતાના ઉપર હરામ કર્યું હતું જે તૌરાત નાઝિલ થયા પહેલાંની વાત છે. તેનો અલ્લાહે આ આયત દ્રારા જવાબ આપ્યો.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92