સુરહ આલે ઈમરાન 81,82

PART:-191
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-81,82
                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاِذۡ اَخَذَ اللّٰهُ مِيۡثَاقَ النَّبِيّٖنَ لَمَاۤ اٰتَيۡتُكُمۡ مِّنۡ كِتٰبٍ وَّحِكۡمَةٍ ثُمَّ جَآءَكُمۡ رَسُوۡلٌ مُّصَدِّقٌ لِّمَا مَعَكُمۡ لَـتُؤۡمِنُنَّ بِهٖ وَلَـتَـنۡصُرُنَّهٗ ‌ؕ قَالَ ءَاَقۡرَرۡتُمۡ وَاَخَذۡتُمۡ عَلٰى ذٰ لِكُمۡ اِصۡرِىۡ‌ؕ قَالُوۡۤا اَقۡرَرۡنَا ‌ؕ قَالَ فَاشۡهَدُوۡا وَاَنَا مَعَكُمۡ مِّنَ الشّٰهِدِيۡنَ(81)

81).અને જયારે અલ્લાહ (તઆલા)એ નબીઓથી વચન
લીધું કે જે કંઈ હું તમને કિતાબ અને હિકમત આપું,પછી તમારા પાસે તે રસૂલ આવે જે તમારા પાસેની વસ્તુને સાચી બતાવે તો તમારા માટે તેના પર ઈમાન
લાવવું અને તેની મદદ કરવી જરૂરી છે. ફરમાવ્યું કે તમે આને કબૂલ કરો છો અને તેના પર મારી જવાબદારી લો છો ? બધાએ કહ્યું, અમને કબૂલ છે, ફરમાવ્યું તો ગવાહ રહો અને હું પોતે તમારા સાથે ગવાહ છું.

☘☘☘☘☘☘☘☘☘☘☘

فَمَنۡ تَوَلّٰى بَعۡدَ ذٰ لِكَ فَاُولٰٓئِكَ هُمُ الۡفٰسِقُوۡنَ(82)

82).હવે આના પછી પણ જે ફરી જાય, તે જરૂર નાફરમાન (દુરાચારી) છે.

તફસીર(સમજુતી):-

 આ કિતાબવાળાઓ (યહૂદી અને ઈસાઈ) અને બીજા ધર્મવાળાઓને ચેતવણી છે કે મોહંમદ (ﷺ )ના આવી ગયા પછી પણ તેમના પર ઈમાન લાવવાને બદલે પોતપોતાના ધર્મનું પાલન કરવું આ વચનના વિરુદ્ધ છે જે અલ્લાહ(તઆલા)એ દરેક નબીના જરીએ દરેક ઉમ્મતથી લીધું છે. અને આ વચનને તોડી નાખવું અધર્મ છે. દુરાચાર અહિંયા કુફ્રના અર્થમાં છે. કેમકે મોહંમદ (ﷺ )ની નબૂવતનો ઈન્કાર દુરાચાર નથી કુફ્ર છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92