સુરહ આલે ઈમરાન 61,62

PART:-181
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-61,62
                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

فَمَنۡ حَآجَّكَ فِيۡهِ مِنۡۢ بَعۡدِ مَا جَآءَكَ مِنَ الۡعِلۡمِ فَقُلۡ تَعَالَوۡا نَدۡعُ اَبۡنَآءَنَا وَاَبۡنَآءَكُمۡ وَنِسَآءَنَا وَنِسَآءَكُمۡ وَاَنۡفُسَنَا وَاَنۡفُسَكُمۡ ثُمَّ نَبۡتَهِلۡ فَنَجۡعَل لَّعۡنَتَ اللّٰهِ عَلَى الۡكٰذِبِيۡنَ(61)

61).એટલા માટે જે પણ તમારા પાસે આ ઈલ્મને આવી ગયા પછી પણ તમારાથી તેમાં ઝઘડે તો તમે કહી દો કે, “આવો, અમે અને તમે પોતપોતાના પુત્રોને, અને અમે અને તમે પોતાની પત્નીઓને, અને અમે અને તમે પોતે પોતાને બોલાવી લઈએ પછી આપણે મળીને દુઆ કરીએ અને જૂઠાઓ પર અલ્લાહની ફિટકાર મોકલીએ.

તફસીર(સમજુતી):-

આ મુબાહલાની આયત કહેવાય છે, મુબાહલાનો અર્થ છે કે બે જૂથોનું એકબીજા પર લાનત કરવી એટલે કે બદ્-દુઆ(શ્રાપ) આપવી, મતલબ તે છે કે જયારે બે જૂથો વચ્ચે કોઈ બાબતે ઝઘડો અને મતભેદ થઈ જાય અને
વાદ-વિવાદથી તેનો અંત આવતો ન જણાય તો બંને જૂથો અલ્લાહથી દુઆ કરશે કે અમારામાંથી જે જૂઠા હોય તેના પર લાનત થાય.

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّ هٰذَا لَهُوَ الۡقَصَصُ الۡحَـقُّ ‌‌ۚ وَمَا مِنۡ اِلٰهٍ اِلَّا اللّٰهُ‌ؕ وَاِنَّ اللّٰهَ لَهُوَ الۡعَزِيۡزُ الۡحَكِيۡمُ(62)

62).બેશક ફક્ત આ જ સાચું વર્ણન છે અને અલ્લાહ (તઆલા)ના સિવાય કોઈ બીજો બંદગીને લાયક નથી, અને બેશક અલ્લાહ શક્તિશાળી અને હિકમતવાળો છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92