સુરહ આલે ઈમરાન 122,123,124

PART:-210
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-122,123
                             124
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِذۡ هَمَّتۡ طَّآئِفَتٰنِ مِنۡكُمۡ اَنۡ تَفۡشَلَا ۙ وَاللّٰهُ وَلِيُّهُمَا‌ ؕ وَعَلَى اللّٰهِ فَلۡيَتَوَكَّلِ الۡمُؤۡمِنُوۡنَ(122)

122).જ્યારે તમારા બે જૂથોએ હિંમત ખોઈ નાખી તેમનો દોસ્ત અલ્લાહ છે અને અલ્લાહ ઉપર જ ઈમાનવાળાઓએ ભરોસો રાખવો જોઈએ

તફસીર(સમજુતી):-

બે જૂથો એટલે ઔસ અને ખજરજના બે કબીલા હતાં.
તેમનો દોસ્ત અલ્લાહ છે એટલે અલ્લાહે તેમની મદદ કરી અને તેમની કમજોરી દૂર કરીને તેમને હિમ્મત આપી.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلَقَدۡ نَصَرَكُمُ اللّٰهُ بِبَدۡرٍ وَّاَنۡـتُمۡ اَذِلَّةٌ  ۚ فَاتَّقُوا اللّٰهَ لَعَلَّكُمۡ تَشۡكُرُوۡنَ(123)

અને અલ્લાહે બદ્રના યુદ્ધમાં તમારી તે સમયે મદદ કરી જ્યારે તમે કમજોર હાલતમાં હતા એટલા માટે અલ્લાહથી ડરો જેથી શુક્રગુજાર (કૃતજ્ઞ) બનો.

તફસીર(સમજુતી):-

કમજોર હાલતથી મુરાદ સંખ્યા અને સામાનની અછતના આધાર પર કેમકે બદ્રના યુદ્ધમાં મુસલમાનોની સંખ્યા 313 હતી અને તે પણ સામાન વગર , ફક્ત બે ઘોડા અને સત્તર ઊટ હતા, બાકી બધા પગપાળા હતાં (ઈબ્ને કસીર)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِذۡ تَقُوۡلُ لِلۡمُؤۡمِنِيۡنَ اَلَنۡ يَّكۡفِيَكُمۡ اَنۡ يُّمِدَّكُمۡ رَبُّكُمۡ بِثَلٰثَةِ اٰلَافٍ مِّنَ الۡمَلٰٓئِكَةِ مُنۡزَلِيۡنَؕ‏(124)

124).જ્યારે તમે મુસલમાનોને દિલાસો આપી રહ્યા હતા, "શું તમને તે કાફી નહીં થાય કે અલ્લાહ ત્રણ હજાર ફરિશ્તાઓ ઉતારીને તમારી મદદ કરે?"

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92