સુરહ આલે ઈમરાન 57,58,59,60

PART:-180
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-57,58
                        59,60
                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاَمَّا الَّذِيۡنَ اٰمَنُوۡا وَعَمِلُوا الصّٰلِحٰتِ فَيُوَفِّيۡهِمۡ اُجُوۡرَهُمۡ‌ؕ وَ اللّٰهُ لَا يُحِبُّ الظّٰلِمِيۡنَ(57)

57).પરંતુ ઈમાનવાળાઓ અને નેક કામ કરનારાઓને અલ્લાહ (તઆલા) તેમનો પૂરેપૂરો બદલો આપશે અને અલ્લાહ (તઆલા) જાલીમોને પસંદ નથી કરતો.

☘☘☘☘☘☘☘☘☘☘☘

ذٰ لِكَ نَـتۡلُوۡهُ عَلَيۡكَ مِنَ الۡاٰيٰتِ وَ الذِّكۡرِ الۡحَكِيۡمِ(58)

58).આ જેને અમે તમારા પર પઢી રહ્યા છીએ, આયતો છે અને અટલ ઉપદેશ (બુદ્ધિમત્તાવાળી શિખામણ) છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّ مَثَلَ عِيۡسٰى عِنۡدَ اللّٰهِ كَمَثَلِ اٰدَمَ‌ؕ خَلَقَهٗ مِنۡ تُرَابٍ ثُمَّ قَالَ لَهٗ كُنۡ فَيَكُوۡنُ(59)

59).અલ્લાહ (તઆલા)ની નજદીક ઈસાનું દૃષ્ટાંત
આદમની જેમ છે, જેને માટીથી પેદા કરીને કહી દીધું કે થઈ જા, બસ તે થઈ ગયો.

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَلۡحَـقُّ مِنۡ رَّبِّكَ فَلَا تَكُنۡ مِّنَ الۡمُمۡتَرِيۡنَ(60)

60).તમારા રબના તરફથી સત્ય આ જ છે, ખબરદાર! શંકા કરનારાઓમાંથી ન થશો.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92