સુરહ આલે ઈમરાન 51,52,53,54

PART:-178
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-51,52
                        53,54
                                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّ اللّٰهَ رَبِّىۡ وَرَبُّكُمۡ فَاعۡبُدُوۡهُ‌ ؕ هٰذَا صِرَاطٌ مُّسۡتَقِيۡمٌ(51)

51).યકીન કરો! કે મારો અને તમારો રબ અલ્લાહ જ છે. તમે બધા તેની બંદગી કરો, આ સીધો રસ્તો છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

فَلَمَّاۤ اَحَسَّ عِيۡسٰى مِنۡهُمُ الۡكُفۡرَ قَالَ مَنۡ اَنۡصَارِىۡۤ اِلَى اللّٰهِ‌ؕ قَالَ الۡحَـوَارِيُّوۡنَ نَحۡنُ اَنۡصَارُ اللّٰهِ‌ۚ اٰمَنَّا بِاللّٰهِ‌ۚ وَاشۡهَدۡ بِاَنَّا مُسۡلِمُوۡنَ(52)

52).પરંતુ જ્યારે (હજરત) ઈસા (علیہ السلام )એ તેમનો ઈન્કાર માલૂમ કરી લીધો તો કહેવા લાગ્યા, “અલ્લાહ(તઆલા)ના માર્ગમાં મારી મદદ કરવાવાળા કોણ કોણ છે?” હવારિયોએ જવાબ આપ્યો કે અમે અલ્લાહ(તઆલા)ના માર્ગમાં સહાયક છીએ, અમે અલ્લાહ(તઆલા) પર ઈમાન લાવ્યા અને તમે ગવાહ રહેજો કે અમે મુસલમાન છીએ.

તફસીર(સમજુતી):-

હવારિયો, હવારીનું બહુવચન છે. જેનો મતલબ છે (અન્સાર) સહાયક, જેવી રીતે નબી (ﷺ )નું કથન છે. "દરેક નબીનો કોઈ ખાસ સહાયક હોય છે અને મારો સહાયક ઝુબેર છે.'' (સહીહ બુખારી)

☘☘☘☘☘☘☘☘☘☘☘

رَبَّنَاۤ اٰمَنَّا بِمَاۤ اَنۡزَلۡتَ وَاتَّبَعۡنَا الرَّسُوۡلَ فَاكۡتُبۡنَا مَعَ الشّٰهِدِيۡنَ‏(53)

53).હે અમારા રબ! અમે તારી ઉતારેલી વહી(ઈશવાણી) પર ઈમાન લાવ્યા અને અમે તારા રસૂલનું અનુસરણ કર્યું, બસ હવે તું અમોને ગવાહોમાં લખી લે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَمَكَرُوۡا وَمَكَرَاللّٰهُ ‌ؕ وَاللّٰهُ خَيۡرُ الۡمَاكِرِيۡنَ(54)

54).અને કાફિરોએ ગુપ્ત યોજના કરી અને અલ્લાહ(તઆલા)એ પણ યોજના બનાવી અને અલ્લાહ (તઆલા) બધા યોજનાકારોથી સારો છે.”

તફસીર(સમજુતી):-

(મકર) અરબી ભાષામાં બારીક અને ગુપ્ત યોજનાને કહે છે અને આ અર્થમાં અહીંયા       અલ્લાહને ( خَيۡرُ الۡمَاكِرِيۡنَ )
 કહેવામાં આવેલ છે. માનો આ તરીકો સારો પણ હોઈ શકે અને ખરાબ પણ, જો ખરાબ હેતુ માટે
હોય તો ખરાબ અને સારા હેતુના માટે હોય તો સારો છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92