સુરહ આલે ઈમરાન 43,44

PART:-174
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-43,44
                                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰمَرۡيَمُ اقۡنُتِىۡ لِرَبِّكِ وَاسۡجُدِىۡ وَارۡكَعِىۡ مَعَ الرّٰكِعِيۡنَ(43)

43).અય મરયમ! તું પોતાના રબના હુકમોનું પાલન કર
અને સિજદો કર અને રુકૂચ કરનારાઓની સાથે રુકૂએ
કર.

☘☘☘☘☘☘☘☘☘☘☘

ذٰ لِكَ مِنۡ اَنۡۢـبَآءِ الۡغَيۡبِ نُوۡحِيۡهِ اِلَيۡكَ‌ؕ وَمَا كُنۡتَ لَدَيۡهِمۡ اِذۡ يُلۡقُوۡنَ اَقۡلَامَهُمۡ اَيُّهُمۡ يَكۡفُلُ مَرۡيَمَ ۖ وَمَا كُنۡتَ لَدَيۡهِمۡ اِذۡ يَخۡتَصِمُوۡنَ(44)

44).આ ગૈબની ખબરોમાંથી છે, જેને અમે તમને વહી કરી રહ્યા છે, ત્યારે તમે તે વખતે તેમના પાસે
ન હતા જયારે તેઓ પોતાના કલમ નાખી રહ્યા હતા કે તેમનામાંથી મરયમની પરવરિશ કોણ કરશે? અને ન તમે તેમના ઝઘડા વખતે તેમના પાસે હતા.

તફસીર(સમજુતી):-

આજકાલ બિદઅતી (ધર્મમાં નવીન વાત કે નવો રિવાજ કાઢનાર) લોકોએ નબી કરીમ (ﷺ)ની માન મર્યાદામાં અતિશયોક્તિ કરી તેમને અલ્લાહ તઆલાની જેમ ગૈબના આલિમ અને સર્વવ્યાપી (હાજીર તથા નાજીર)માનવાનો અકીદો ઘડી લીધો છે. આ આયતમાં બંને વાતોનું સ્પષ્ટ ખંડન થઈ રહ્યું છે. જો આપ (ﷺ)ને ગૈબનું
ઈલ્મ હોત તો અલ્લાહ (તઆલા) એવું ન ફરમાવતા કે અમે તમને ગૈબની ખબરો આપી રહ્યા છીએ કેમ કે જેને પહેલાથી જ ઈલ્મ હોય તેને આવું કહી શકાતું નથી.

















Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92