સુરહ આલે ઈમરાન 41,42

PART:-173
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-41,42
                                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

قَالَ رَبِّ اجۡعَلۡ لِّىۡۤ اٰيَةً ‌ؕ قَالَ اٰيَتُكَ اَلَّا تُكَلِّمَ النَّاسَ ثَلٰثَةَ اَيَّامٍ اِلَّا رَمۡزًا ؕ‌ وَاذۡكُرْ رَّبَّكَ كَثِيۡرًا وَّسَبِّحۡ بِالۡعَشِىِّ وَالۡاِبۡكَارِ(41)

41).કહેવા લાગ્યા, રબ! મારા માટે તેની કોઈ નિશાની બનાવી આપ, કહ્યું નિશાની એ છે કે ત્રણ દિવસ સુધી તું લોકોથી વાત નહિ કરી શકે, ફક્ત ઈશારાથી સમજાવીશ, તું પોતાના રબનો ઝિક્ર (સ્મરણ) વધારે કર અને સવારે તથા સાંજે તેની મહાનતાનું વર્ણન કર.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاِذۡ قَالَتِ الۡمَلٰٓئِكَةُ يٰمَرۡيَمُ اِنَّ اللّٰهَ اصۡطَفٰٮكِ وَطَهَّرَكِ وَاصۡطَفٰٮكِ عَلٰى نِسَآءِ الۡعٰلَمِيۡنَ‏(42)

42).અને જયારે ફરિશ્તાઓએ કહ્યું, અય મરયમ!અલ્લાહ (તઆલા)એ તને પસંદ કરી લીધી અને તને પવિત્ર કરી દીધી, અને દુનિયાની તમામ સ્ત્રીઓમાંથી
તને ચૂંટી લીધી.

તફસીર(સમજુતી):-

હજરત મરયમનું આ માન-સન્માન તેમની પોતાની શ્રેષ્ઠતા અને તેમના સમયના એતબારથી છે કેમકે  સહીહ હદીસોમાં હજરત મરયમની સાથે હજરત ખદીજાને પણ (તમામ સ્ત્રીઓમાં બહેતર) કહેવામાં આવ્યું છે અને કેટલીક હદીસમાં ચાર સ્ત્રીઓને સંપૂર્ણ કહેલ છે. હજરત મરયમ, હજરત આસિયા (ફિરઔનની પત્ની), હજરત ખદીજા અને હજરત આયેશા. હજરત આયેશાના વિષે કહેવામાં આવ્યું કે તેમની શ્રેષ્ઠતા
સ્ત્રીઓમાં એવી છે જેવી સરીદ (હલવો અથવા ખીર)ની તમામ વાનગીઓમાં શ્રેષ્ઠતા છે (ઈબ્ને કસીર) અને તિર્મિજીમાં હજરત ફાતિમા મુહમ્મદ (ﷺ )ની પુત્રીને પણ સારી સ્ત્રીઓમાં સમાવેશ કરેલ છે. તેનો આ પણ અર્થ થઈ શકે છે કે ઉપર દર્શાવેલ સ્ત્રીઓની બીજી સ્ત્રીઓ પર શ્રેષ્ઠતા અને મહત્તા આપેલ છે તે પોતપોતાના સમયમાં શ્રેષ્ઠતા ધરાવે છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92