સુરહ બકરહ 271,272


PART:-148
         (Quran-Section)
      
(2)સુરહ બકરહ
        આયત નં.:-271,272              
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنۡ تُبۡدُوا الصَّدَقٰتِ فَنِعِمَّا هِىَ‌ۚ وَاِنۡ تُخۡفُوۡهَا وَ تُؤۡتُوۡهَا الۡفُقَرَآءَ فَهُوَ خَيۡرٌ لَّكُمۡ‌ؕ وَيُكَفِّرُ عَنۡكُمۡ مِّنۡ سَيِّاٰتِكُمۡ‌ؕ وَاللّٰهُ بِمَا تَعۡمَلُوۡنَ خَبِيۡرٌ(271)

271).જો તમે સદકા (દાન-પુણ્ય)ને જાહેર કરો તો
તે પણ સારું છે, અને જો તમે તેને છુપાવીને ગરીબોને આપી દો, તો આ તમારા માટે સૌથી ઉત્તમ છે. અલ્લાહ (તઆલા) તમારા ગુનાહોને મીટાવી દેશે અને અલ્લાહ (તઆલા) તમારા દરેક કર્મોથી બાખબર છે.

તફસીર(સમજુતી):-

જાહેરમાં દાન કરવાથી મુરાદ તમારું જોઈને અન્ય લોકો પણ દાન કરવામાં હિસ્સો લે તેમાં રિયાકારી એટલે કે દેખાડો(મોભો) ના હોવો જોઈએ
☘☘☘☘☘☘☘☘☘☘☘

لَيۡسَ عَلَيۡكَ هُدٰٮهُمۡ وَلٰـكِنَّ اللّٰهَ يَهۡدِىۡ مَنۡ يَّشَآءُ‌ ؕ وَمَا تُنۡفِقُوۡا مِنۡ خَيۡرٍ فَلِاَنۡفُسِكُمۡ‌ؕ وَمَا تُنۡفِقُوۡنَ اِلَّا ابۡتِغَآءَ وَجۡهِ اللّٰهِ‌ؕ وَمَا تُنۡفِقُوۡا مِنۡ خَيۡرٍ يُّوَفَّ اِلَيۡكُمۡ وَاَنۡـتُمۡ لَا تُظۡلَمُوۡنَ(272)

272).તેમને હિદાયત પર લાવી દેવા તમારા અધિકારમાં નથી, પરંતુ હિદાયત અલ્લાહ(તઆલા) આપે છે જેને ઈચ્છે છે, અને તમે જે સારી વસ્તુ અલ્લાહના માર્ગમાં આપશો તેનો ફાયદો પોતે મેળવશો , તમારે ફક્ત અલ્લાહ
(તઆલા)ની ખુશી પ્રાપ્ત કરવા માટે ખર્ચ કરવું જોઈએ, તમે જે કોઈ માલ ખર્ચ કરશો તેનો પૂરેપૂરો બદલો તમને આપવામાં આવશે અને તમારો હક મારવામાં નહિ આવે .

તફસીર(સમજુતી):-

આ આયત નાઝિલ થવાનો મકસદ એ છે કે મુસલમાન પોતાના મુશરિક રિશ્તેદારોની મદદ કરવી જાઈઝ ન માનતા હતા અને તેઓ ચાહતા હતા કે તે લોકો પણ મુસલમાન બની જાય, તેથી અલ્લાહે ફરમાવ્યું કે હિદાયત આપવી ફક્ત અલ્લાહ ના હકમા છે અને તમે તમારી રીતે અલ્લાહ ની રાહમા ખર્ચ કરતાં જાવ તેનો પુરેપુરો બદલો અલ્લાહ તમને આપશે, આથી જાણવા મળ્યું કે ગૈરમુસ્લિમ રિશ્તેદારો સાથે પણ સિલાહ-રહમી કરવી જોઈએ પરંતુ ઝકાત ની રકમનો હક તો ફક્ત મુસલમાનને જ આપવો ગૈર મુસ્લિમને નહીં

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92