સુરહ બકરહ 259

PART:-142
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
        આયત નં.:-259
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَوۡ كَالَّذِىۡ مَرَّ عَلٰى قَرۡيَةٍ وَّ هِىَ خَاوِيَةٌ عَلٰى عُرُوۡشِهَا ‌ۚ قَالَ اَنّٰى يُحۡىٖ هٰذِهِ اللّٰهُ بَعۡدَ مَوۡتِهَا ‌ۚ فَاَمَاتَهُ اللّٰهُ مِائَةَ عَامٍ ثُمَّ بَعَثَهٗ ‌ؕ قَالَ كَمۡ لَبِثۡتَ‌ؕ قَالَ لَبِثۡتُ يَوۡمًا اَوۡ بَعۡضَ يَوۡمٍ‌ؕ قَالَ بَلۡ لَّبِثۡتَ مِائَةَ عَامٍ فَانۡظُرۡ اِلٰى طَعَامِكَ وَشَرَابِكَ لَمۡ يَتَسَنَّهۡ‌ۚ وَانْظُرۡ اِلٰى حِمَارِكَ وَلِنَجۡعَلَكَ اٰيَةً لِّلنَّاسِ‌ وَانْظُرۡ اِلَى الۡعِظَامِ كَيۡفَ نُـنۡشِزُهَا ثُمَّ نَكۡسُوۡهَا لَحۡمًا ‌ؕ فَلَمَّا تَبَيَّنَ لَهٗ ۙ قَالَ اَعۡلَمُ اَنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ(259)

259).અથવા તે માણસની જેમ જે તે વસ્તીમાંથી પસાર થયો જે છતોના બળે ઊંધી પડી હતી, કહેવા લાગ્યો તેની મોત પછી અલ્લાહ (તઆલા) તેને કેવી રીતે જીવતી કરશે, તો અલ્લાહ (તઆલા)એ તેને સો વર્ષ માટે મારી
નાખ્યો, પછી તેને જીવતો ઉઠાવ્યો, પૂછયું “કેટલો સમય તારા પરથી પસાર થયો.” જવાબ આપ્યો કે, “એક દિવસ અથવા દિવસનો કેટલોક ભાગ.”! કહ્યું કે, પરંતુ તું સો વર્ષ સુધી રહ્યો, પછી હવે તું તારા ખાવા-પીવાને જો જે બિલ્કુલ ખરાબ નથી થયું, અને પોતાના
ગધેડાને પણ જો, અમે તેને લોકોના માટે નિશાની બનાવીએ છીએ. તું જો કે અમે હાડકાંઓને કેવી રીતે ઊભા કરીએ છીએ પછી તેની પર માંસ ચઢાવીએ છીએ.” જયારે આ બધુ સ્પષ્ટ થઈ ગયું તો કહેવા લાગ્યો, “હું જાણું છું કે અલ્લાહ (તઆલા) બધું જ
જાણનાર છે.''

તફસીર(સમજુતી):-

આ વ્યક્તિથી મુરાદ હઝરત ઉઝૈર (અ.સ) હોય શક છેે જેવી રીતે કે મશહૂર રિવાયતોમાં છે "વલ્લાહુ અઅલમ"

અને એ રિવાયતો પ્રમાણે એ વસ્તી બયતુલ મકદીસ કેહવાય છે જયાંથી તેઓ પસાર થતાં, તેને વિરાન જોઈને દિલમાં ખયાલ કર્યો કે "અલ્લાહ આને કેવી રીતે આબાદ કરી શકે!" તો અલ્લાહ તેમના આ ખયાલ પર પોતાની કુદરત અને ચમત્કાર બતાવ્યો

કહેવામાં આવે છે કે જ્યારે તે માણસ મર્યો હતો ત્યારે થોડો દિવસ ચઢેલ હતો અને જ્યારે તે જીવતો થયો ત્યારે સાંજ નહોતી થઈ તો તેણે હિસાબ લગાવ્યો કે જો હું ગઈકાલે આવ્યો હતો તો એક દિવસ પસાર થયો હશે અથવા દિવસનો કેટલોક ભાગ પસાર થયો હશે જયારે કે હકીકત એ છે કે તેની આ ધટનાની મુદત સો વર્ષની હતી

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92