સુરહ બકરહ 253,254

PART:-138
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
        આયત નં.:-253,254
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

تِلۡكَ الرُّسُلُ فَضَّلۡنَا بَعۡضَهُمۡ عَلٰى بَعۡضٍ‌ۘ مِنۡهُمۡ مَّنۡ كَلَّمَ اللّٰهُ‌ وَرَفَعَ بَعۡضَهُمۡ دَرَجٰتٍ‌ؕ وَاٰتَيۡنَا عِيۡسَى ابۡنَ مَرۡيَمَ الۡبَيِّنٰتِ وَاَيَّدۡنٰهُ بِرُوۡحِ الۡقُدُسِ‌ؕ وَلَوۡ شَآءَ اللّٰهُ مَا اقۡتَتَلَ الَّذِيۡنَ مِنۡۢ بَعۡدِهِمۡ مِّنۡۢ بَعۡدِ مَا جَآءَتۡهُمُ الۡبَيِّنٰتُ وَلٰـكِنِ اخۡتَلَفُوۡا فَمِنۡهُمۡ مَّنۡ اٰمَنَ وَمِنۡهُمۡ مَّنۡ كَفَرَ‌ؕ وَلَوۡ شَآءَ اللّٰهُ مَا اقۡتَتَلُوۡا وَلٰـكِنَّ اللّٰهَ يَفۡعَلُ مَا يُرِيۡدُ(253)

253).આ રસૂલો છે, જેમનામાંથી અમે કેટલાકને કેટલાક પર શ્રેષ્ઠતા આપી છે એમાંથી કેટલાક સાથે અલ્લાહે વાત કરી છે.અને કેટલાકનો દરજ્જો બુલંદ કર્યો છે અને અમે મરયમના પુત્ર ઈસાને કેટલાક ચમત્કાર આપ્યા અને પવિત્ર રૂહથી તેમનું સમર્થન
કરાવ્યું. જો અલ્લાહ ઈચ્છત તો તેમના પછી આવનારાઓ પોતાના પાસે નિશાનીઓ આવી ગયા પછી કદી પણ અંદરો અંદર લડાઈ ઝઘડા ન કરતા, પરંતુ તે લોકોએ મતભેદ કર્યો, તેમનામાંથી કેટલાકે ઈમાન કબૂલ કર્યું અને કેટલાક કાફિર થયા, અને જો અલ્લાહ(તઆલા) ઈચ્છત તો તેઓ અંદરો અંદર ન લડતા પરંતુ અલ્લાહ(તઆલા) જે ઈચ્છે છે, કરે છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡۤا اَنۡفِقُوۡا مِمَّا رَزَقۡنٰكُمۡ مِّنۡ قَبۡلِ اَنۡ يَّاۡتِىَ يَوۡمٌ لَّا بَيۡعٌ فِيۡهِ وَلَا خُلَّةٌ وَّلَا شَفَاعَةٌ ‌ ؕ وَالۡكٰفِرُوۡنَ هُمُ الظّٰلِمُوۡنَ(254)

254).હે ઈમાનવાળાઓ! જે અમે તમને આપી રાખ્યું છે, તેમાંથી ખર્ચ કરતા રહો, એના પહેલા કે એ દિવસ આવી જાય જે દિવસે ન વેપાર છે ન દોસ્તી અને ન ભલામણ , અને કાફિરો જ જાલિમ છે.


















Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92