સુરહ બકરહ:- 241,242,243,244

PART:-132
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
        આયત નં.:-241,242
                        243,244

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلِلۡمُطَلَّقٰتِ مَتَاعٌ ۢ بِالۡمَعۡرُوۡفِ ‌ؕ حَقًّا عَلَى الۡمُتَّقِيۡنَ‏(241)

241).અને તલાક આપેલી સ્ત્રીઓને સારી રીતે ફાયદો
પહોંચાડવો પરહેઝગારો પર જરૂરી છે.

તફસીર(સમજુતી):-

આ હુકમ આમ છે જેમાં દરેક તલાકશુદા ઔરતો શામિલ છે

☘☘☘☘☘☘☘☘☘☘☘

كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ لَـکُمۡ اٰيٰتِهٖ لَعَلَّكُمۡ تَعۡقِلُوۡنَ(242)

242).આ રીતે અલ્લાહ (તઆલા) તમારા માટે પોતાની આયતોનું વર્ણન કરે છે જેથી તમે સમજો .

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَلَمۡ تَرَ اِلَى الَّذِيۡنَ خَرَجُوۡا مِنۡ دِيَارِهِمۡ وَهُمۡ اُلُوۡفٌ حَذَرَ الۡمَوۡتِ ۖ فَقَالَ لَهُمُ اللّٰهُ مُوۡتُوۡا ثُمَّ اَحۡيَاھُمۡ‌ؕ اِنَّ اللّٰهَ لَذُوۡ فَضۡلٍ عَلَى النَّاسِ وَلٰـكِنَّ اَکۡثَرَ النَّاسِ لَا يَشۡکُرُوۡنَ(243)

243).શું તમે તેમને નથી જોયા જેઓ હજારોની સંખ્યામાં મોતના કારણે પોતાના ઘરોમાંથી નીકળી પડ્યા અલ્લાહ એ તેમને કહ્યું કે મરી જાઓ પછી તેમને જીવતા કરી દીધા. બેશક અલ્લાહ લોકો પર મોટો ફઝલવાળો છે પરંતુ ઘણા
લોકો આભાર વ્યક્ત કરતા નથી.

તફસીર(સમજુતી):-

આ ઘટના કોઈ પાછલી ઉમ્મતની છે જેનુ વિસ્તૃતમાં વર્ણન કોઈ હદીષમાં નથી મળતું

ઈબ્ને કસીર અને તયસીર-ઉલ-કુર્આન માં આ ઘટના બની ઈસરાઈલ ના ઝમાનાની છે જે એક બિમારી(તાઉન) ના કારણે ઘર છોડીને નીકળી ગયા હતા...

અહીં ઘટનાનુ વર્ણન કરીને મુસલમાનો ને આના પછીની આયતમા જેહાદ નો હુકમ આપવામાં આવ્યો છે

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَقَاتِلُوۡا فِىۡ سَبِيۡلِ اللّٰهِ وَاعۡلَمُوۡٓا اَنَّ اللّٰهَ سَمِيۡعٌ عَلِيۡمٌ(244)

244).અને અલ્લાહના માર્ગમાં લડો અને એ જાણી લો કે અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92