સુરહ બકરહ 231,232

PART:-127
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
        આયત નં.:-231,232

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاِذَا طَلَّقۡتُمُ النِّسَآءَ فَبَلَغۡنَ اَجَلَهُنَّ فَاَمۡسِكُوۡهُنَّ بِمَعۡرُوۡفٍ اَوۡ سَرِّحُوۡهُنَّ بِمَعۡرُوۡفٍ‌ ۖ وَلَا تُمۡسِكُوۡهُنَّ ضِرَارًا لِّتَعۡتَدُوۡا‌ ۚ وَمَنۡ يَّفۡعَلۡ ذٰ لِكَ فَقَدۡ ظَلَمَ نَفۡسَهٗ ‌ؕ وَلَا تَتَّخِذُوۡٓا اٰيٰتِ اللّٰهِ هُزُوًا‌ وَّاذۡكُرُوۡا نِعۡمَتَ اللّٰهِ عَلَيۡكُمۡ وَمَآ اَنۡزَلَ عَلَيۡكُمۡ مِّنَ الۡكِتٰبِ وَالۡحِكۡمَةِ يَعِظُكُمۡ بِهٖ‌ؕ وَاتَّقُوا اللّٰهَ وَاعۡلَمُوۡٓا اَنَّ اللّٰهَ بِكُلِّ شَىۡءٍ عَلِيۡمٌ(231)

231).અને જયારે તમે સ્ત્રીઓને તલાક આપો અને તે પોતાની ઈદત (ત્રણ માસિકધર્મની મુદતને કહે છે) પુરી કરવાની નજીક હોય, તો હવે તેમને સારી રીતે વસાવો અથવા ભલાઈની સાથે અલગ કરી દો. અને તેને નુકશાન પહોંચાડવાના હેતુથી જુલમ અને અતિરેક
કરવા માટે ન રોકો, જે માણસ આવુ કરશે તેણે પોતાની
જન પર જુલમ કર્યો, તમે અલ્લાહના હુકમોનો મજાક ન
બનાવો.' અને અલ્લાહની ને'મત જે તમારા પર છે તેને યાદ કરો અને જે કોઈ કિતાબ અને હિકમત તેણે ઉતારી છે, જેનાથી તમને તાલીમ આપી રહ્યો છે તેને પણ અને
અલ્લાહ (તઆલા)થી ડરતા રહો અને યાદ રાખો અલ્લાહ દરેક વસ્તુને જાણે છે.

તફસીર(સમજુતી):-

કેટલાક લોકો મજાકમાં તલાક આપી દે, અથવા શાદી કરી લે છે અથવા આઝાદ કરી દે છે પછી કહે છે મેં તો મજાક કર્યો હતો. અલ્લાહ તઆલાએ તેને પોતાની આયાતમાં મજાક કહ્યું છે જેનો મકસદ આ પ્રકારના કામોથી
રોકવાનો છે, એટલા માટે નબી (ﷺ)એ ફરમાવ્યું કે મજાકમાં પણ જો ઉપર બયાન કરેલ કામ કરશે તો તે સાચું માનવામાં આવશે અને મજાકની તલાક, નિકાહ અને આઝાદી લાગુ થઈ જશે.
 (ઈબ્ને કસીર)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاِذَا طَلَّقۡتُمُ النِّسَآءَ فَبَلَغۡنَ اَجَلَهُنَّ فَلَا تَعۡضُلُوۡهُنَّ اَنۡ يَّنۡكِحۡنَ اَزۡوَاجَهُنَّ اِذَا تَرَاضَوۡا بَيۡنَهُمۡ بِالۡمَعۡرُوۡفِ‌ؕ ذٰ لِكَ يُوۡعَظُ بِهٖ مَنۡ كَانَ مِنۡكُمۡ يُؤۡمِنُ بِاللّٰهِ وَالۡيَوۡمِ الۡاٰخِرِؕ ذٰ لِكُمۡ اَزۡکٰى لَـكُمۡ وَاَطۡهَرُؕ‌ وَاللّٰهُ يَعۡلَمُ وَاَنۡـتُمۡ لَا تَعۡلَمُوۡنَ (232)

232).અને જ્યારે તમે પોતાની સ્ત્રીઓને તલાક આપો
અને તે પોતાની ઈદત પૂરી કરી લે, તો તેમને તેમના પતિઓથી નિકાહ કરવાથી ન રોકો, જયારે કે તેઓ
એકબીજાથી ભલાઈના એતબારથી રાજી હોય. આ
તાલીમ તેમને આપવામાં આવે છે જેને અલ્લાહ (તઆલા) પર અને કયામતના દિવસ પર યકીન અને
ઈમાન હોય, તેમાં તમારી સ્વચ્છતા અને પવિત્રતા છે. અને અલ્લાહ (તઆલા) જાણે છે તમે નથી જાણતા.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92