સુરહ બકરહ 223,224

PART:-124
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
        આયત નં.:-223,224
                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

نِسَآؤُكُمۡ حَرۡثٌ لَّـكُمۡ ۖ فَاۡتُوۡا حَرۡثَكُمۡ اَنّٰى شِئۡتُمۡ‌  وَقَدِّمُوۡا لِاَنۡفُسِكُمۡ‌ؕ وَاتَّقُوا اللّٰهَ وَاعۡلَمُوۡٓا اَنَّکُمۡ مُّلٰقُوۡهُ ‌ؕ وَ بَشِّرِ الۡمُؤۡمِنِيۡنَ(223)

223).તમારી પત્નીઓ તમારી ખેતી છે, પોતાની ખેતીમાં જેવી રીતે ઈચ્છો જાઓ અને પોતાના માટે(પુણ્ય) આગળ મોકલો, અલ્લાહ (તઆલા)થી ડરતા
રહો, અને જાણી લો, કે તમે તેને મળવાના છો અને ઈમાનવાળાઓને ખુશખબર સંભળાવી દો.

તફસીર(સમજુતી):-

યહુદીઓની માન્યતા હતી કે સંબંધ કરવામાં અલગ અલગ તરીકાઓ અપનાવે તો ઔલાદ ભૈગી પૈદા થાય છે તેઓની આ માન્યતાને રદ કરવા માટે આ આયત નાઝિલ થઈ કે તમે જેવી રીતે ઈચ્છો તેવી રીતે પોતાની પત્નીઓ પાસે જાઓ પણ ઔલાદ પૈદા થવાની જગ્યાએ જ પ્રવેશ કરવો (ઈબ્ને કસીર અને ફતહુલ કદીર)

અહીં ખૂબજ ટૂંકી સમજુતી રજુ કરી છે આ સિવાય પણ આ આયત વિશે અન્ય હદીષો છે જેમાં અલગ અલગ ઘટનાઓનુ વર્ણન કરવામાં આવ્યુ છે. જે ભાઈને કન્ફ્યુઝન હોય તો તેને સંપૂર્ણ સમજુતી જોઈતી હોય તો તે પર્સનલી મૅસેજ કરે પણ હા તફસીર ઉર્દૂમાં આવશે

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلَا تَجۡعَلُوا اللّٰهَ عُرۡضَةً لِّاَيۡمَانِکُمۡ اَنۡ تَبَرُّوۡا وَتَتَّقُوۡا وَتُصۡلِحُوۡا بَيۡنَ النَّاسِ‌ؕ وَاللّٰهُ سَمِيۡعٌ عَلِيۡمٌ(224)

224).અને અલ્લાહ (તઆલા)ને પોતાની કસમોના (આવી રીતે) નિશાનો ન બનાવો કે ભલાઈ અને પરહેઝગારી અને લોકોના વચ્ચે સુધાર કરવાનું છોડી બેસો. અને અલ્લાહ (તઆલા) સાંભળનાર અને જાણનાર છે.

તફસીર(સમજુતી):-

એટલે કે ગુસ્સામાં એવી કસમ ન ઉઠાઓ કે હું ફલાણા માણસ પર ભલાઈ નહિ કરે, ફલાણા માણસથી બોલીશ નહિ, ફલાણા માણસની વચ્ચે સુલેહ નહિ કરાવું. આ પ્રકારની કસમોના વિષે હદીસમાં આવ્યું છે કે જો આ
પ્રકારની કસમ ખાઈ પણ લો તો તોડી નાખો, અને કસમનો કફફારો (કસમ ખાધા પછી તોડી નાખવામાં આવે તેની સજા) આપો. (કસમના કફફારા માટે જૂઓ સૂર: અલ માયેદા - આયાત - 89).













Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92