સુરહ બકરહ 221,222


PART:-123
         (Quran-Section)
      (2)સુરહ બકરહ
        આયત નં.:-221,222
                      
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلَا تَنۡكِحُوا الۡمُشۡرِكٰتِ حَتّٰى يُؤۡمِنَّ‌ؕ وَلَاَمَةٌ مُّؤۡمِنَةٌ خَيۡرٌ مِّنۡ مُّشۡرِكَةٍ وَّلَوۡ اَعۡجَبَتۡكُمۡ‌ۚ وَلَا تُنۡكِحُوا الۡمُشۡرِكِيۡنَ حَتّٰى يُؤۡمِنُوۡا ‌ؕ وَلَعَبۡدٌ مُّؤۡمِنٌ خَيۡرٌ مِّنۡ مُّشۡرِكٍ وَّلَوۡ اَعۡجَبَكُمۡؕ اُولٰٓئِكَ يَدۡعُوۡنَ اِلَى النَّارِ  ۖۚ وَاللّٰهُ يَدۡعُوۡٓا اِلَى الۡجَـنَّةِ وَالۡمَغۡفِرَةِ بِاِذۡنِهٖ‌ۚ وَيُبَيِّنُ اٰيٰتِهٖ لِلنَّاسِ لَعَلَّهُمۡ يَتَذَكَّرُوۡنَ(221)

221).અને મુશરિક (મૂર્તિપૂજક) સ્ત્રીઓથી ત્યાં સુધી નિકાહ ન કરો જ્યાં સુધી તે ઈમાન ન લઈ આવે.
ઈમાનવાળી બાંદી (દાસી) પણ મુશરિક આઝાદ સ્ત્રીથી બેહતર છે ભલે ને તમને મુશરિક જ સારી લાગતી હોય અને ન મુશરિક પુરૂષોને પોતાની સ્ત્રીઓ સાથે નિકાહ કરવા દો, જ્યાં સુધી તેઓ ઈમાન ન લઈ આવે,ઈમાનવાળો ગુલામ (દાસ) આઝાદ મુશરિકથી વધારે સારો છે ભલેને તમને મુશરિક સારો લાગે. આ લોકો જહન્નમની તરફ બોલાવે છે અને અલ્લાહ જન્નતની તરફ અને મગફિરત (મોક્ષ)ની તરફ પોતાના હુકમથી બોલાવે છે. તે પોતાની નિશાનીઓ લોકોના માટે વર્ણન
કરે છે જેથી નસીહત પ્રાપ્ત કરે.

તફસીર(સમજુતી):-

મુશરિક સ્ત્રીઆથો આશય મૂર્તિપૂજક મુશરિક સ્ત્રીઓ છે કેમકે કિતાબવાળાઓ (યહૂદી અને ઈસાઈ)ની સ્ત્રીઓ સાથે નિકાહ કરવાનો હુકમ કુરઆને આપ્યો છે, પરંતુ કોઈ મુસલમાન સ્ત્રીના નિકાહ કિતાબવાળાઓના મર્દ સાથે નથી થઈ શકતા, પછી પણ હઝરત ઉમર (ર.અ.)એ કારણવશ યહૂદી, ઈસાઈ સ્ત્રીઓથી નિકાહ કરવું સારું સમજતા ન હતા. (ઈબ્ને કસીર)
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَ يَسۡــئَلُوۡنَكَ عَنِ الۡمَحِيۡضِ‌ۙ قُلۡ هُوَ اَذًى فَاعۡتَزِلُوۡا النِّسَآءَ فِى الۡمَحِيۡضِ‌ۙ وَلَا تَقۡرَبُوۡهُنَّ حَتّٰى يَطۡهُرۡنَ‌‌ۚ فَاِذَا تَطَهَّرۡنَ فَاۡتُوۡهُنَّ مِنۡ حَيۡثُ اَمَرَكُمُ اللّٰهُ‌ؕ اِنَّ اللّٰهَ يُحِبُّ التَّوَّابِيۡنَ وَيُحِبُّ الۡمُتَطَهِّرِيۡنَ(222)

222).અને તમારાથી માસિકધર્મ (હૈઝ)ના વિષે સવાલ કરે છે
કહી દો તે ગંદગી છે. માસિકના સમયે સ્ત્રીઓથી અલગ રહો'
અને જ્યાં સુધી તે પવિત્ર ન થઈ જાય એમની નજીક ન જાઓ,
હા, જ્યારે તે પવિત્ર થઈ જાય તો એમની પાસે જાઓ જ્યાંથી
અલ્લાહે તમને છૂટ આપી છે અલ્લાહ માફી માંગનાર અને
પવિત્ર રહેનારને પસંદ કરે છે.

તફસીર(સમજુતી):-

પોતાની યુવાની પર પહોંચતા દરેક સ્ત્રીને જે માસિક સ્ત્રાવનું લોહી આવે છે તેને હેઝ કહે છે અને કેટલી વખતે અપ્રાકૃતિક રૂપે બીમારીને લીધે જે લોહી આવે છે તેને ઈસ્તેહાઝા કહે છે. જેનો હુકમ તથા કાનૂન હૈથી અલગ છે. હૈઝના દિવસોમાં સ્ત્રીઓને નમાઝ માફ છે અને રોઝા રાખવાથી રોકવામાં આવી છે. પરંતુ તેના બદલે બીજા દિવસોમાં રાખવા ફર્ઝ છે. પુરૂષોને ફક્ત સહયશનથી રોકવામાં આવ્યા છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92