25,26 સુરહ બકરહ


PART:-18
અસ્સલામુ અલયકુમ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

વિષય:-સુરહ બકરહ.(2)

કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ

જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
        (આયત નં:-25,26)
👇કુરઆનની આયાતો શરૂ👇
📖📖📖📖📖📖📖📖📖
➖➖➖➖➖➖➖➖➖
وَ بَشِّرِ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ اَنَّ لَہُمۡ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ ؕ کُلَّمَا رُزِقُوۡا مِنۡہَا مِنۡ ثَمَرَۃٍ رِّزۡقًا ۙ قَالُوۡا ہٰذَا الَّذِیۡ رُزِقۡنَا مِنۡ قَبۡلُ ۙ وَ اُتُوۡا بِہٖ مُتَشَابِہًا ؕ وَ لَہُمۡ فِیۡہَاۤ اَزۡوَاجٌ مُّطَہَّرَۃٌ ٭ۙ وَّ ہُمۡ فِیۡہَا خٰلِدُوۡنَ ﴿۲۵﴾

25).અને હે પયગંબર ! જે લોકો આ ગ્રંથ ઉપર ઈમાન લઈ આવે અને (તેના અનુરૃપ) કર્મો ઠીકઠાક કરી લે, તેમને ખુશખબર આપી દો કે તેમના માટે એવા બગીચા છે, જેમના નીચે નહેરો વહેતી હશે, આ બગીચાઓના ફળો દેખાવમાં દુનિયાના ફળોને મળતા હશે. જ્યારે કોઈ ફળ એમને ખાવા માટે આપવામાં આવશે તો તેઓ કહેશે કે આવા જ ફળો આનાથી પહેલાં દુનિયામાં અમને આપવામાં આવતા હતા. તેમના માટે ત્યાં પવિત્ર (પાક) પત્નીઓ હશે અને તેઓ ત્યાં હંમેશાં રહેશે.
➖➖➖➖➖➖➖➖➖

اِنَّ اللّٰہَ لَا یَسۡتَحۡیٖۤ اَنۡ یَّضۡرِبَ مَثَلًا مَّا بَعُوۡضَۃً فَمَا فَوۡقَہَا ؕ فَاَمَّا الَّذِیۡنَ اٰمَنُوۡا فَیَعۡلَمُوۡنَ اَنَّہُ الۡحَقُّ مِنۡ رَّبِّہِمۡ ۚ وَ اَمَّا الَّذِیۡنَ کَفَرُوۡا فَیَقُوۡلُوۡنَ مَا ذَاۤ اَرَادَ اللّٰہُ بِہٰذَا مَثَلًا ۘ یُضِلُّ بِہٖ کَثِیۡرًا ۙ وَّ یَہۡدِیۡ بِہٖ کَثِیۡرًا ؕ وَ مَا یُضِلُّ بِہٖۤ اِلَّا الۡفٰسِقِیۡنَ ﴿ۙ۲۶﴾

26).હા, અલ્લાહ એનાથી કદાપિ શરમાતો નથી કે મચ્છર કે તેનાથી પણ વધુ નાની કોઈ વસ્તુનું દૃષ્ટાંત આપે. જે  લોકો સત્ય વાતને સ્વીકારનારા છે, તેઓ આ જ દૃષ્ટાંતોને જોઈને જાણી લે છે કે આ સત્ય છે, જે એમના રબના જ તરફથી આવ્યું છે, અને જે લોકો માનવાવાળા નથી, તેઓ આને સાંભળીને કહેવા લાગે છે કે આવા દૃષ્ટાંતોથી અલ્લાહનો શું સંબંધ ? આવી રીતે અલ્લાહ એક જ વાતથી ઘણાંને પથભ્રષ્ટતામાં નાખી દે છે અને ઘણાંને સીધો માર્ગ દેખાડી દે છે; અને તેનાથી તે એ લોકોને જ પથભ્રષ્ટતામાં નાખે છે, જેઓ 'ફાસિક' (અવજ્ઞાકારી) છે.
➖➖➖➖➖➖➖➖➖
તફસીર(સમજૂતી)

1).કુરઆન માં દરેક જગ્યાએ ઈમાન ની સાથે નેક કામ કરવાનો હુકમ છે નેક કામ વગર ઈમાન ફાયદાકારક નથી અને ઈમાન વગર નેક કામોનો કોઈ ફાયદો નથી સુન્નત અનુસાર અને સહી તરીકા પર ફકત અલ્લાહ ની ખુશી માટે અમલ કરવામાં આવે જેમાં કોઈ દેખાવો ના હોય તેમના માટે ખુશખબરી છે

2).કાફિરો  વારંવાર કુરઆન પર એતરાજ ઉઠવતા હતાં તેમાનો એક એતરાજ આ પણ હતો કે "અલ્લાહ એક મચ્છર ની મિસાલ આપે છે જે બહુ તુચ્છ કેહવાય" પણ અલ્લાહ આવી મિસાલ આપીને જેને હિદાયત આપવી હોય તો આપી દે અને જેને પથભ્રષ્થ કરવો હોય કરી દે છે
〰〰〰〰〰〰〰〰〰〰







Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92