21,22 સુરહ બકરહ(2)


PART:-16
અસ્સલામુ અલયકુમ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

વિષય:-સુરહ બકરહ.(2)

કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ

જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
        (આયત નં:-21,22)
👇કુરઆનની આયાતો શરૂ👇
📖📖📖📖📖📖📖📖📖
➖➖➖➖➖➖➖➖➖
یٰۤاَیُّہَا النَّاسُ اعۡبُدُوۡا رَبَّکُمُ الَّذِیۡ خَلَقَکُمۡ وَ الَّذِیۡنَ مِنۡ قَبۡلِکُمۡ لَعَلَّکُمۡ تَتَّقُوۡنَ ﴿ۙ۲۱﴾


21).લોકો ! બંદગી કરો, પોતાના તે રબ (માલિક અને પાલનહાર)ની જે તમારો અને તમારા અગાઉ જે લોકો થઈ ગયા છે, તે સૌનો સર્જનહાર છે. તમારા બચાવની આશા આ જ રીતે થઈ શકે છે.
➖➖➖➖➖➖➖➖➖
 الَّذِیۡ جَعَلَ لَکُمُ الۡاَرۡضَ فِرَاشًا وَّ السَّمَآءَ بِنَآءً ۪ وَّ اَنۡزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَاَخۡرَجَ بِہٖ مِنَ الثَّمَرٰتِ رِزۡقًا لَّکُمۡ ۚ فَلَا تَجۡعَلُوۡا لِلّٰہِ اَنۡدَادًا وَّ اَنۡتُمۡ تَعۡلَمُوۡنَ ﴿۲۲﴾


22).તે જ તો છે જેણે તમારા માટે ધરતીનું પાથરણું પાથર્યું, આકાશની છત બનાવી, ઉપરથી પાણી વરસાવ્યું અને તેના દ્વારા દરેક પ્રકારના ખાદ્ય પદાર્થો ઉત્પન્ન કરીને તમારા માટે જીવિકા પૂરી પાડી. પછી જ્યારે તમે આ જાણો છો તો બીજાઓને અલ્લાહના સમકક્ષ ન ઠેરવો.
➖➖➖➖➖➖➖➖➖
તફસીર(સમજૂતી)

1).આ આયત કુરઆન ની દાવત નો ખુલાસો કરે છે અને તમામ અંબીયા અને રસુલ ની આ જ દાવત હતી આયત ની શરૂઆત માં "લોકો" શબ્દ છે જેથી સાફસાફ ખબર પડી જાય કે કુરઆન ની દાવત તમામ માનવજાતી માટે છે

2).અરબ ના લોકો માનતા હતા કે કાયનાત ને બનાવનાર ફકત  અલ્લાહ જ છે અને અલ્લાહ સિવાય કોઈ કાયનાત ચલાવતુ નથી તેમ છતાં તેઓ દેવી-દેવતાઓ ને અલ્લાહ ના શરીક ઠેરાવતા અને કેહતા કે આ અલ્લાહના પસંદીદા છે ને અલ્લાહ આગળ અમારી સિફારીશ કરશે અને તેમની ઈબાદત કરતા તો અલ્લાહ કહે છે કાયનાત ને ચલાવવા માટે મારે કોઈ ની જરૂર પડતી નથી તો પછી અલ્લાહ સિવાય બીજા ની ઈબાદત એ બહુ જ મોટો ગુનો છે
〰〰〰〰〰〰〰〰〰〰〰






Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92