PART:-14/15

PART:-14
અસ્સલામુ અલયકુમ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

વિષય:-સુરહ બકરહ.(2)

કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ

જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
        (આયત નં:-17,18)
👇કુરઆનની આયાતો શરૂ👇
📖📖📖📖📖📖📖📖📖
➖➖➖➖➖➖➖➖➖
مَثَلُہُمۡ کَمَثَلِ الَّذِی اسۡتَوۡقَدَ نَارًا ۚ فَلَمَّاۤ اَضَآءَتۡ مَا حَوۡلَہٗ ذَہَبَ اللّٰہُ بِنُوۡرِہِمۡ وَ تَرَکَہُمۡ فِیۡ ظُلُمٰتٍ لَّا یُبۡصِرُوۡنَ ﴿۱۷﴾

17).આ લોકોનું ઉદાહરણ એવું છે જેમ કે એક વ્યકિતએ આગ સળગાવી, અને જ્યારે તેણે સમગ્ર વાતાવરણને પ્રકાશિત કરી દીધું, તો અલ્લાહે તેમની આંખની જોવાની દૃષ્ટિ છીનવી લીધી અને તેમને એ હાલતમાં છોડી દીધા કે અંધકારમાં તેમને કશું દેખાતું નથી.
➖➖➖➖➖➖➖➖➖
 صُمٌّۢ بُکۡمٌ عُمۡیٌ فَہُمۡ لَا یَرۡجِعُوۡنَ ﴿ۙ۱۸﴾

18).આ લોકો બહેરા છે, મૂંગા છે, આંધળા છે, તેઓ હવે પાછા નહીં ફરે.
➖➖➖➖➖➖➖➖➖
તફસીર(સમજૂતી)

1).અહીંયા મુનાફિકો ની મિસાલ આપવામાં આવી છે કે જેમની સામે ઈસ્લામ ની રોશની આવ્યા પછી પણ નિફાક  અને ગુમરાહી માં ફસાયેલા રહ્યાં ઈસ્લામ ની રોશની ની મિસાલ એવી રીતે આપી કે અંધકાર માં આગ સળગે જેની રોશનીથી આસપાસ ની વસ્તુઓ સાફ સાફ દેખાવવા લાગે પણ  તેઓ ની જીદ અને નાફરમાની ના પગલે અલ્લાહ એ તેમની જોવાની શક્તિ લઈ લીધી જેથી તેઓ અંધકાર માં ભટકતા રહ્યા

2).ઈબ્ને કસીર અને અહસનુલ બયાન માં આયત નં 18 ની તફસીર નથી

પણ આલિમો ની દ્રષ્ટિએ હક વાત ના સાભળી શકે એટલે બેહરા, હક વાત બોલે નહીં અને જોઈ ના શકે
〰〰〰〰〰〰〰〰〰〰〰


PART:-15
અસ્સલામુ અલયકુમ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

વિષય:-સુરહ બકરહ.(2)

કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ

જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
        (આયત નં:-19,20)
👇કુરઆનની આયાતો શરૂ👇
📖📖📖📖📖📖📖📖📖
➖➖➖➖➖➖➖➖➖
 اَوۡ کَصَیِّبٍ مِّنَ السَّمَآءِ فِیۡہِ ظُلُمٰتٌ وَّ رَعۡدٌ وَّ بَرۡقٌ ۚ یَجۡعَلُوۡنَ اَصَابِعَہُمۡ فِیۡۤ اٰذَانِہِمۡ مِّنَ الصَّوَاعِقِ حَذَرَ الۡمَوۡتِ ؕ وَ اللّٰہُ مُحِیۡطٌۢ بِالۡکٰفِرِیۡنَ ﴿۱۹﴾
19).અથવા પછી તેમનું દૃષ્ટાંત એમ સમજો કે આકાશમાંથી ધોધમાર વર્ષા થઈ રહી છે અને તેના સાથે ઘનઘોર વાદળો અને ગર્જના અને વીજળી પણ છે, આ લોકો વીજળીના કડાકા સાંભળીને પોતાના જીવના ભયથી કાનોમાં આંગળીઓ ખોસી લે છે અને અલ્લાહે આ સત્યના ઇન્કાર કરનારાઓને દરેક બાજુથી ઘેરામાં લઈ લીધા છે.
➖➖➖➖➖➖➖➖➖

 یَکَادُ الۡبَرۡقُ یَخۡطَفُ اَبۡصَارَہُمۡ ؕ کُلَّمَاۤ اَضَآءَ لَہُمۡ مَّشَوۡا فِیۡہِ ٭ۙ وَ اِذَاۤ اَظۡلَمَ عَلَیۡہِمۡ قَامُوۡا ؕ وَ لَوۡ شَآءَ اللّٰہُ لَذَہَبَ بِسَمۡعِہِمۡ وَ اَبۡصَارِہِمۡ ؕ اِنَّ اللّٰہَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿٪۲۰﴾

20).વીજળીના ચમકારાથી એમની હાલત એવી થઈ રહી છે કે જાણે હમણાં જ વીજળી એમની આંખોની દૃષ્ટિ આંચકી લેશે. જ્યારે થોડો પણ પ્રકાશ એમને દેખાય છે તો તેમાં થોડે દૂર ચાલી લે છે અને જ્યારે એમના ઉપર અંધારું છવાઈ જાય છે તો ઊભા થઈ જાય છે. અલ્લાહ ઇચ્છતો તો તેમની સાંભળવાની અને જોવાની શક્તિ જ છીનવી લેતો, નિઃશંક તે દરેક વસ્તુ ઉપર સામર્થ્ય ધરાવે છે. (રુકૂઅ-ર)
➖➖➖➖➖➖➖➖➖
તફસીર(સમજૂતી)

1).આ બીજી મિસાલ જે બીજા પ્રકારના મુનાફિકો ની છે જયારે ઈસ્લામ ની હકીકત ની દલીલ આવે તો તેમના દીલ ઈસ્લામ તરફ ઝુકી જાય અને ઈસ્લામ તરફ આગળ વધતા જાય જયારે ઈસ્લામ ના અહકામ અને હરામ વ હલાલ ની વાત આવે તો પોતાની મનમાની માં રુકી જતાં
અહીં ઈસ્લામ ને અંધારામાં વરસતા વરસાદ રૂપે દર્શાવ્યો છે અને શિર્ક ની ખરાબીઓને અંધકાર રૂપે દર્શાવી છે શિર્ક ના અઝાબ ને ગર્જના નુ સ્વરૂપ આપ્યું છે જન્નત ના વાયદા ને ચમકતી વિજળી ની રોશની કે જયારે તે ચમકે તો મુનાફિકો તેની તરફ ચાલવા માડે
પછી થોડીવારમાં તેમની લાલચ ના અંધારા તેમના પર છવાઈ જાય પછી જયારે કુરઆન મા આવેલ અઝાબોના ઉલ્લેખ ની ગર્જના થાય તો પોતાના કાનો માં આગળીઓ નાખી દે કે કદાચ અમે બચી જઈએ પણ અલ્લાહ એ તમામ કાફિરો ને પોતાના ધેરા માં રાખ્યાં છે અને તેનાથી બચી નહીં શકે

2).આ પ્રકારના મુનાફિકો ના દીલ શંકાઓ થી ભરેલા હોય છે તેઓ પોતાની મનમરજી પર ઈસ્લામ ને અપનાવે છે તેઓ ના દિલ ભય માં રહે છે
જન્નત ના વાયદા ને ચમકતી વિજળી ની રોશની કે જયારે તે ચમકે તો મુનાફિકો તેની તરફ ચાલવા માડે
પછી થોડીવારમાં તેમની લાલચ ના અંધારા તેમના પર છવાઈ જાય પછી જયારે કુરઆન અલ્લાહ ના અઝાબ ના વાયદાઓ ની ગર્જના કરે તો પોતાના કાનો માં આગળીઓ નાખી દે કે કદાચ અમે બચી જઈએ પણ અલ્લાહ ઇચ્છતો તો તેમની સાંભળવાની અને જોવાની શક્તિ જ છીનવી લેતો, નિઃશંક તે દરેક વસ્તુ ઉપર સામર્થ્ય ધરાવે છે.
〰〰〰〰〰〰〰〰〰〰〰




Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92