(2).સુરહ બકરહ:- 47,48

PART:-29
(Quran-Section)

        (2)સુરહ બકરહ
       આયત નં.:-47,48

●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________
یٰبَنِیۡۤ اِسۡرَآءِیۡلَ اذۡکُرُوۡا نِعۡمَتِیَ الَّتِیۡۤ اَنۡعَمۡتُ عَلَیۡکُمۡ وَ اَنِّیۡ فَضَّلۡتُکُمۡ عَلَی الۡعٰلَمِیۡنَ ﴿۴۷﴾

47).હે ઇસરાઈલની સંતાન ! યાદ કરો મારી તે નેઅમત (કૃપા)ને જેનાથી મેં તમને નવાજ્યા હતા અને તે વાતને કે મેં તમને દુનિયાની બધી કોમો  (જાતિઓ) પર શ્રેષ્ઠતા પ્રદાન કરી હતી.

તફસીર(સમજૂતી):-

ઉલ્લેખનીય છે કે ઇસરાઇલના પૂર્વજો પર અલ્લાહનુ ઈનામ એ હતું કે તેમનામાંથી નબીઓ નો સિલસિલો ચાલુ રહ્યો અને તેમને ઈલ્મી પુસ્તકો આપવામાં આવી હતી અને તેઓને તેમના સમયના અન્ય લોકો કરતા વધારે સમ્માન મળ્યું હતું
-----------------------------------------
وَ اتَّقُوۡا یَوۡمًا لَّا تَجۡزِیۡ نَفۡسٌ عَنۡ نَّفۡسٍ شَیۡئًا وَّ لَا یُقۡبَلُ مِنۡہَا شَفَاعَۃٌ وَّ لَا یُؤۡخَذُ مِنۡہَا عَدۡلٌ وَّ لَا ہُمۡ یُنۡصَرُوۡنَ ﴿۴۸﴾

48).અને ડરો તે દિવસથી, જ્યારે કોઈ કોઈના સહેજ પણ કામમાં નહીં આવે, ન તો કોઈના તરફથી ભલામણ સ્વીકારવામાં આવશે, ન કોઈને 'ફિદયા' (મુક્તિ-દંડ) લઈને મુક્ત કરવામાં આવશે, અને ન ગુનેગારોને ક્યાંયથી મદદ મળી શકશે.

તફસીર(સમજૂતી):-

અને તેમને કયામતના દિવસની ચેતવણી આપવામાં આવી રહી છે, જે દિવસે કોઈ પણ કામ કરશે નહીં અથવા ભલામણ સ્વીકારશે નહીં, ચુકવણીથી કોઈ રાહત મળશે નહીં, કે કોઈ સહાયક આગળ આવશે નહીં.

યહૂદીઓને એ પણ ધોકો હતો કે અમે અલ્લાહ ના ચહિતા અને મહબુબ છે તેથી અમે કયામત ના દિવસે સુરક્ષિત રહીશું. પણ અલ્લાહે કહી દીધું કે અલ્લાહનો અનાદર કરનારાઓનું કોઈ સમર્થન રહેશે નહીં. (અહસનુલ બયાન)
_________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92